આજે ઓપન થશે આ IPO, લોન્ચિંગ પહેલા જ અપાર નફાના સંકેત; ટાટાએ પણ લગાવ્યો એડવાન્સ દાવ.
“આઈડિયા ફોર્જ” IPO રોકાણકારો માટે 26 જૂનથી 29 જૂન 2023 સુધી ઓપન રહેશે. કંપનીએ આઈપીઓ માટે 638 રૂપિયાથી 672 રૂપિયાનો પ્રાઈસ બેન્ડ નક્કી કર્યો છે. કંપનીના પ્રમોટર્સ અને ઈન્વેસ્ટર્સ મળીને 48.69 લાખ શેર ઓફર ફોલ સેલ હેઠળ બહાર પાડશે.
નવી દિલ્હી : ડ્રોન બનાવનારી કંપની IdeaForge Technologyનો આઈપીઓ આગામી સપ્તાહમાં ઓપન થવા જઈ રહ્યો છે. રિટેલ રોકાણકારો માટે ઓપનિંગ પહેલા કંપનીએ એન્કર રોકાણકારો દ્વારા 255 કરોડ રૂપિયા એકત્રિક કર્યા છે. જાણકારી અનુસાર, રોકાણકારો કંપનીના આઈપીઓ પર સોમવારથી દાવ લગાવી શકાશે.
- ક્યારે લગાવી શકાશે દાવ?- આઈડિયા ફોર્જ આઈપીઓ રોકાણકારો માટે 26 જૂનથી 29 જૂન 2023 સુધી ઓપન રહેશે. કંપનીએ આઈપીઓ માટે 638 રૂપિયાથી 672 રૂપિયાનો પ્રાઈસ બેન્ડ નક્કી કર્યો છે. કંપનીના પ્રમોટર્સ અને ઈન્વેસ્ટર્સ મળીને 48.69 લાખ શેર ઓફર ફોલ સેલ હેઠળ બહાર પાડશે. જ્યારે, 240 કરોડ રૂપિયાના ફ્રેસ શેર જારી કરવામાં આવશે.
કેટલો છે GMP?- ટોપ શેર બ્રોકરની રિપોર્ટના અનુસાર, આઈડિયા ફોર્જ કાલે સાંજે 470 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યા હતા. જે, ગુરુવારના પ્રમાણે વધારે છે. જો આ જ ટ્રેન્ડ કાયમ રહ્યો તો કંપનીની લિસ્ટિંગ 1142 રૂપિયા પર થઈ શકે છે. એટલે કે પહેલા જ દિવસે રોકાણકારો માલામાલ થઈ જશે.
ટાટાએ પણ લગાવ્યા રૂપિયા- આઈપીઓ પહેલા કંપની 60 કરોડ રૂપિયા પ્રી-આઈપીઓ પ્લેસમેન્ટ રાઉન્ડ દ્વારા એકત્રિત કર્યા છે. કંપનીએ આ રૂપિયા ટાટા એલઆઈજી જનરલ ઈન્શ્યોરન્સ, 360 વન સ્પેશન ઓપરટ્યૂનિટિઝ ફંડ સીરીઝ 9 અને 10, મોતીલાલ ઓસવાલ મિડકેપ ફંડ અને થિંક ઈન્વેસ્ટમેન્ટ પીસીસી દ્વારા મેળવ્યા છે.
શું છે લોટસાઈઝ?- કંપનીએ આઈપીઓ માટે 22 શેરોની લોટ સાઈઝ નક્કી કરી છે. રોકાણકારોની દ્રષ્ટિથી સારી વાત તો એ છે કે, કંપનીએ માર્ચ 2023માં જ 192.27 કરોડ રૂપિયાનો વર્ક ઓર્ડર મળ્યો છે.
- ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. યશ ડોડિયા ઓફિશિયલ કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.