જો ખેતી જ કરવી હોય, તો આવી કરાય! દર બે મહિને રુ. 85000ની કમાણી, વરસાદ કે દુકાળનું ટેન્શન જ નહીં.

જો ખેતી જ કરવી હોય, તો આવી કરાય! દર બે મહિને રુ. 85000ની કમાણી, વરસાદ કે દુકાળનું ટેન્શન જ નહીં.

Proso Millet Farming: જમીન બંજર હોય કે ઓછા પાણીવાળી હોય તો પણ આ ખેતી કરીને તગડી કમાણી કરી શકો છો. પાછું આ ખેતી કરવા માટે સરકાર સબસિડીથી લઈને બીજ સુધીની તમામ મદદ પણ કરશે અને માંગ દેશમાં જ નહીં દુનિયામાં પણ સતત વધી રહી છે.

આપણે ત્યાં ખેડૂતો માટે સૌથી મોટી સમસ્યા હોય છે વરસાદ અને દુકાળની, ભારત આમ તો ખેતી પ્રધાન દેશ છે પરંતુ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોથી સતત હવામાન બદલાઈ રહ્યું છે અને તેના કારણે ક્યારેક અતિવૃષ્ટી તો ક્યારેક અનાવૃષ્ટીની સ્થિતિ આવે છે. તેવામાં આજે એક એવી ખેતી વિશે વાત કરવી છે જેને કરીને ખેડૂત દર મહિને હજારોમાં કમાણી કરી શકે છે સાથે સાથે વધુ પાણી કે ઓછા પાણીનું ટેન્શન રહેતું નથી. આ ખેતી એટલે ચીના (Proso Millet Farming) ની ખેતી, ચીના એક પ્રકારનું આખું અનાજ છે જે મિલેટ્સ કેટેગરીમાં આવે છે.

પાછલા કેટલાક સમયથી મિલેટ્સ એટલે કે આખા ધાનને સમગ્ર વિશ્વમાં વધુ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. જેના કારણે તેની ખેતી કરીને ખેડૂત ઓછા સમયમાં વધુ કમાણી કરી શકે છે. ચીનાની ખેતી કરવા માટે તમને સરકાર તરફથી બીજ પણ આપવામાં આવી છે. તેમજ આ ખેતીમાં પાણીની પણ ખાસ જરુરિયાત રહેતી નથી. ઓછા પાણીમાં પણ આ ખેતી થઈ શકે છે.

ચીનાને ઘણા જુદા જુદા નામે ઓળખવામાં આવે છે. ભારતમાં તેની ખેતી ખૂબ પહેલાથી કરવામાં આવે છે. જેમાં પંજાબ અને બંગાળમાં તેને ચીના, તામિલનાડુમાં પાની વારાગુ, મહારાષ્ટ્રમાં વરી, ગુજરામાં ચેનો અને કર્ણાટકમાં બરાગુ નામથી ઓળખવામાં આવે છે. આ ધાનના બીજ મલાઈદાર સફેદ, પીળા અને લાલ કે કાળા રંગના હોઈ શકે છે. ચીનાને અંગ્રેજીમાં પોર્સો મિલેટ (Proso Millet) કહેવાય છે. આશરે 1000 વર્ષ પહેલાથી તેની ખેતી ભારત, ચીન મલેશિયામાં થતી આવી છે.

તમને જણાવી દઈએ કે વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. તેવામાં તેની ખેતી માટે સરકાર સબસિડી પણ આપે છે. મોટા અનાજની ખેતીથી ખેડૂતને જ નહીં પણ સામાન્ય લોકોને પણ ફાયદો થાય છે. તેનું સેવન વધવાથી આરોગ્યના અનેક ફાયદા થાય છે. ચીનામાં પ્રતિ 100 ગ્રામમાં 13.11 ગ્રામ પ્રોટીન અને 11.18 ગ્રામ ફાઈબરની સાથે સાથે પ્રચૂર માત્રામાં લોહતત્વ અને કાર્બોહાઈડ્રેડ હોય છે.

ઓછા પાણીની સમસ્યા ખેતરમાં રહેતી હોય તો પણ આ પાક ફાયદાકારક છે. આ પાકને વધુ પાણી જોઈતું નથી અને ઓછા પાણીમાં પણ તેની ખેતી થઈ શકે છે. માટે ઘણા ખેડૂતો ઓછો વરસાદ થતાં ચીનાની ખેતી કરે છે. તમે ઉનાળામાં પણ ખેતરમાં એક પિયત આપીને આ અનાજની ખેતી કરી શકો છો. મોટાભાગે ચીનાની ખેતી જૂન મહિના બાદ કરવામાં આવે છે પરંતુ તમે તેની ખેતી આખું વર્ષ પણ કરી શકો છો.

આ પણ વાંચો :

ચીનાની ખેતી ઉજજ્ડ અને ઓછા પાણીવાળી સુક્કી જમીન પર પણ સહેલાઈથી કરી શકાય છે. આમ બંજર જમીન પર પણ આ ખેતીથી લાખો કમાઈ શકાય છે. તેની વાવણી પછી 60-90 દિવસની અંદર ચીનાનો પાક તૈયાર થઈ જાય છે. એક હેક્ટરમાં વાવણી માટે 4-5 કિલો ચીનાની જરુરિયાત રહે છે.
બજારમાં ચીનાનો હોલસેલ ભાવ પ્રતિ ક્વિંટલ 4800-5000 રુપિયાની આસપાસ છે. જ્યારે એક હેક્ટરના ખેતરમાં આરામથી 12-15 ક્વિંટલ જેટલો પાક દર બે મહિને તૈયાર થઈ જાય છે. જેની કિંમત જોવામાં આવે તો આશરે 75000 દર બે મહિને કમાણી થાય છે. આમ ચીનાની ખેતીથી બંજર જમીનમાંથી પણ તમે વર્ષે 4.50 લાખની કમાણી કરી શકો છો. ચીનાની ખેતીમાં દાણા કાઢી લીધા બાદ આશરે 20-25 ક્વિંટલ જેટલો ભૂસો પણ મળે છે જેને પશુચારા તરીકે વેચીને પણ સારી એવી કમાણી થઈ શકે છે.

Leave a Comment