ટાટાના મલ્ટિબેગર શેર ઉપર બ્રોકરેજ હાઉસ ફીદા, એક્સપર્ટ બોલ્યા ‘હોય એટલા રુપિયાથી ખરીદી લો’

ટાટાના મલ્ટિબેગર શેર ઉપર બ્રોકરેજ હાઉસ ફીદા, એક્સપર્ટ બોલ્યા ‘હોય એટલા રુપિયાથી ખરીદી લો’

 

ટાટા ગ્રુપ (Tata Group) ની દિગ્ગજ કંપનીએ રોકાણકારોને છપ્પરફાડ રિટર્ન આપ્યું છે. હવે કંપની નવા બિઝનેસ પ્લાન પર કામ કરી રહી છે. જેને લઈને બ્રોકરેજ હાઉસ ફીદા છેઅને કહી દીધું કે આ શેર ફરી એકવાર ધન વર્ષા કરશે.

ટાટા ગ્રુપ (Tata Group) દેશનું પ્રતિષ્ઠિત બિઝનેસ ગ્રુપ છે અને તેના જુદા જુદા અનેક શેરમાં રોકાણકારોને અત્યાર સુધીમાં તગડી કમાણી થઈ છે. તેવામાં ટાટા ગ્રુપની (Tata Group Share) ફ્રીજ એસી વેચતી દિગ્ગજ કંપની વોલ્ટાસ (Voltas) ના શેરમાં તગડી કમાણી થઈ છે. આ શેર 20 વર્ષમાં રોકાણકારોને કરોડપતિ બનાવી દીધા છે. હવે કંપની નવો બિઝનેસ પ્લાન લાવી છે જેને જોઈને બ્રોકરેજ હાઉસના રોકાણકારો ફીદા થઈ ગયા છે. BOB કેપિટલ માર્કેટે આ શેરમાં હોલ્ડ રેટિંગ આપ્યું છે.

ટાટા ગ્રુપની આ કંપનીનો શેર (Voltas Share Price) ટૂંક સમયમાં જ કેટલા ટકા જેટલો ઉપર ઉછળી શકે છે

સ્થાનિક બ્રોકરેજ હાઉસ મુજબ ટાટા ગ્રુપની આ કંપનીનો શેર (Voltas Share Price) ટૂંક સમયમાં જ 16 ટકા જેટલો ઉપર ઉછળી શકે છે. શુક્રવારે આ શેર બીએસઈ ઉપર 3.34 ટકાના ઘટાડા સાતે 777.95 પર બંધ થયો હતો. પરંતુ નિષ્ણોને પૂર્ણ વિશ્વાસ છે કે આ શેર રોકેટની જેમ બાઉન્સ બેક કરશે અને રોકાણકારોને માલામાલ બનાવી દેશે.

વોલ્ટાસના શેર 18 જુલાઈ 2003ના રોજ ફક્ત 7.74 રુપિયામાં મળી રહ્યા હતા. હવે તે 777.95 રુપિયા પર છે એટલે કે 20 વર્ષમાં રોકાણકારોના રુપિયા 9951 ટકા વધી ગયા છે. જેથી 1 લાખનું રોકાણ આજે 1 કરોડ બની ચૂક્યું છે.

જો એક વર્ષમાં આ શેરની ચાલની વાત કરીએ તો ગત વર્ષે 20 જુલાઈ 2022ના આ શેર છેલ્લા એક વર્ષના હાઈ 1063.45 રુપિયા પર હતો. જ્યાંથી તે 31 ટકા તૂટીને 27 જાન્યુઆરી 2023માં 737.60ના સ્તરે આવી ગયો હતો.

જોકે બાદમાં ખીરદીની મોસમ આવતા આ શેર 5 ટકા રિકવર થયો છે અને હજુ પણ તેના એક વર્ષના હાઈથી 27 ટકા નીચે છે. તેવામાં નિષ્ણાતો માને છે કે નવા બિઝનેસ પ્લાનથી કંપનીના શેર ફરી ઉંચકાશે.

કંપની છેલ્લા 3 વર્ષથી તેના મુખ્ય સેગમેન્ટ રુમ એસીમાં ઘટાડો જોઈ રહી હતી. જોકે હવે તેને આ સેગમેન્ટથી બહાર પોતાના વિસ્તારની યોજના બનાવી છે. કંપની હવે ફ્રીજ અને વોશિંગ મશીન વેચતી પોતાની સબસિડરી વોલ્ટબેકને પ્રોત્સાહન આપી રહી અને કોલ્ડ સ્ટોરેજ ઇન્ડસ્ટ્રીમાં પણ પ્રવેશ કરી રહી છે.

આ ઉપરાંત કંપની સોલાર, અંડરગ્રાઉન્ડ કેબલિંગ, રુલર ઈલેક્ટ્રિફિકેશન પ્રોસેસ પર ફોકસ કરી રહી છે. તેમજ કંપની હવે વોટર મેનેજમેન્ટ પર પણ ભાર આપી રહી છે. આ તમામ કારણે બ્રોકરેજ હાઉસ બીઓબી કેપિટલ માર્કેટ્સે હોલ્ડના રેટિંગ સાથે 900 રુપિયાનો ટાર્ગેટ આપ્યો છે.

(ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે Yashdodiya official કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

 

Leave a Comment