ન કોઈ ચિંતા – ન કોઈ ઝંઝટ, ધમાકેદાર વ્યાજ સાથે માલામાલ બનાવી દેશે આ સરકારી યોજના…
Post Office FD Scheme: સરકારે જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળા માટે કેટલીક સ્મોલ સેવિંગ સ્કીમના (Small Savings Scheme) વ્યાજ દરોમાં વધારો કર્યો છે. આ સાથે જ આ ગેરંટીથી આવક આપતી યોજનામાં કમાણી જ કમાણી થશે.
પોસ્ટઓફિસની નાની બચત યોજનાઓમાં ઘણાં લોકો રુપિયા લગાવતા હોય છે. જેનું સૌથી મોટું કારણ આ યોજનામાં ક્યારેય તમારા રુપિયા ડુબવાનો ભય રહેતો નથી, એટલું જ નહીં વ્યાજ પણ તગડું મળે છે. આ કારણે પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ ખૂબ જ પોપ્યુલર છે. આ યોજનાને પોસ્ટ ઓફિસ એપડી પણ કહેવાય છે. જેનું વ્યાજ સામાન્ય રીતે બેંક એફડી કરતાં વધારે હોય છે.
કોઈપણ પુખ્ત વયનો ભારતીય નાગરિક પોસ્ટ ઓફિસમાં ટાઈમ ડિપોઝિટ એકાઉન્ટ ખોલાવી શકે છે. જ્યારે બાળકોના નામે તેમના માતા-પિતા અથવા ગાર્ડિયન આવું એકાઉન્ટ ખોલાવી શકે છે..
આ એકાઉન્ટમાં ઓછામાં ઓછા 1000 જમા કરાવી પોસ્ટ એફડી એકાઉન્ટ ખોલાવી શકાય છે. જ્યારે વધુ કેટલાક જમા કરાવવા તેના પર કોઈ મર્યાદા નથી. હજાર, લાખ, કરોડ તમે જેટલા ઈચ્છો તેટલા જમા કરાવી શકો છો..

આ સ્કીમ વિશે પણ જાણો:

જ્યારે પાચ વર્ષની રિકરિં ડિપોઝિટ (Post Office RD) પર વ્યાજ દર વધીને 6.5 ટકા કરી દેવામાં આવ્યું છે. જે ગત ત્રિમાસિક ગાળામાં 6.2 ટકા હતું..
ત્રણ વર્ષની ટાઈમ ડિપોઝિટ :
જ્યારે 3 વર્ષની ટાઈમ ડિપોઝિટ પર વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જે ગત ત્રિમાસિક ગાળામાં 7 ટકા હતો અને આ ત્રિમાસિક ગાળામાં પણ 7 ટકા જ રહેશે. જો તમે આ એફડીમાં 10000 રુપિયા રોકો છતો તો 3 વર્ષે એફડી મેચ્યોર થતાં તમને 12,314 રુપિયા મળશે…
આ રીતે પોસ્ટની પાંચ વર્ષની ટાઈમ ડિપોઝિટ પર તમને આ ત્રિમાસિક ગાળામાં 7.5 ટકા વ્યાજ મળશે. આ યોજનામાં પણ વ્યાજ દરમાં હાલ કોઈ ફેરફાર કરવાાં આવ્યો નથી. તેવામાં જો તમે આ યોજનામાં 5 વર્ષ માટે 10,000 રુપિયા રોકો છો તો પાકતી મુદતે તમને 14,499 રુપિયા મળશે…