વડ બન્યો વરરાજો ને લીમડો બની દુલ્હન, જુઓ અહીં તો છોડની જાન કાઢવામાં આવે છે..

વડ બન્યો વરરાજો ને લીમડો બની દુલ્હન, જુઓ અહીં તો છોડની જાન કાઢવામાં આવે છે..

મેરઠ ડીએફઓ રાજેશ કુમારે જણાવ્યું કે, મેરઠ પરિક્ષેત્રમાં વન વિભાગ તરફથી 28 લાખ છોડ રોપવામાં આવશે. આ જ વાતોને ધ્યાનમાં રાખતા સામાન્ય જનમાનસમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાય તેના માટે પહેલી વાર આવી રીતે જાન કાઢવામાં આવી છે.

વિશાલ ભટનાગર/મેરઠ: પશ્ચિમી ઉત્તર પ્રદેશના મેરઠમાંથી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીં વન વિભાગે છોડની જાન કાઢી હતી. જાનમાં વડને વરરાજો બનાવ્યો હતો, તો વળી લીમડાના ઝાડને દુલ્હન બનાવી હતી. બાકીના ઝાડ બંને પક્ષ તરીકે જાનૈયા અને માંડવીયાની ભૂમિકામાં હતા. આ જાન આખા શહેરમાં ફરી રહી છે. વર વધૂએ આખા શહેરમાં ભ્રમણ કરીને લોકોમાં જાગૃતિનો મેસેજ આપ્યો હતો.

પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે વન વિભાગ તરફથી જે જાન કાઢવામાં આવી હતી. તેમાં જનપ્રતિનિધિઓ તરીકે રાજ્યસભાના સાંસદ ડો. લક્ષ્મીકાંત બાજપાઈ, લોકસભા સાંસદ રાજેન્દ્ર અગ્રવાલ, એમએલસી ધર્મેન્દ્ર ભારદ્વાજ સહિત અન્ય નેતાઓ હાજર રહ્યા હતા. જાનમાં જેવી રીતે જોવા મળે છે, તે રીતે વર વધૂના પક્ષના લોકો નાચી રહ્યા છે. આ રીતનો નજારો જોઈને શહેરના લોકો પણ ખુશ થઈ ગયા હતા. આ જાનમાં નેતાઓ પણ ડાંસ કરવા લાગ્યા હતા.

મેરઠનો મળ્યો વૃક્ષારોપણનો આટલો ટાર્ગેટ

મેરઠ ડીએફઓ રાજેશ કુમારે જણાવ્યું કે, મેરઠ પરિક્ષેત્રમાં વન વિભાગ તરફથી 28 લાખ છોડ રોપવામાં આવશે. આ જ વાતોને ધ્યાનમાં રાખતા સામાન્ય જનમાનસમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાય તેના માટે પહેલી વાર આવી રીતે જાન કાઢવામાં આવી છે. જેમાં સ્કૂલના બાળકો પણ સામેલ થયા હતા. સાથે જ સામાન્ય જનપ્રતિનિધિ તથા જનમાનસને પણ બોલાવ્યા હતાં.

પર્યાવરણને બચાવવા જાગૃતિ

આપને જણાવી દઈએ કે, મેરઠના ડી બ્લોક મંદિરમાંથી નીકળીને આ જાન કુટી ચોક સુધી ગઈ હતી. તેની સાથે જ વિવિધ ક્ષેત્રોમાં વન વિભાગ દ્વારા સામાન્ય જનતા સાથે મળીને વૃક્ષારોપણ પણ કર્યું. અહીં ઉલ્લેખનિય છએ કે, મોી સંખ્યામાં છોડ લગાવવાના અભિયાન અંતર્ગત આ કામ કરવામાં આવ્યું છે. સાથે જ છોડની દેખરેખ રાખવા અને તેના પ્રત્યે સામાન્ય લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.

Leave a Comment