શેરબજારમાં કમાણી કરી લેવાનો અમુલ્ય અવસર, એક સાથે ખુલશે 4 IPO, જુઓ કઈ કઈ કંપનીઓ છે મેદાનમાં ?
- આવતા અઠવાડિયે IPO માંથી કમાણીની ઘણી તકો
- 4- 4 IPO સબસ્ક્રિપ્શન માટે ખુલશે
IPO માં રોકાણ કરીને પૈસા કમાવા માગતા લોકો માટે આવતા અઠવાડિયે કમાણીની ઘણી તકો મળી શકે છે.આવતા અઠવાડિયે શેરબજારમાં IPO આવી રહ્યા છે.
જેમાં અકે બે નહીં પરંતુ 4- 4 IPO સબસ્ક્રિપ્શન માટે ખુલશે. આ 4 કંપનીઓ જેવી કે
૧.અર્બન એન્વિરો વેસ્ટ મેનેજમેન્ટ લિ.
૨.બિઝોટિક કોમર્શિયલ લિ.
૩.કોસ્મિક સીઆરએફ લિ.
૪.સેલ પોઈન્ટ લિ.
આ ૪ કંપની નો સમાવેશ થાય છે.
વેસ્ટ મેનેજમેન્ટ સોલ્યુશન્સ પ્રદાન કરતી કંપની અર્બન એન્વાયરો વેસ્ટ મેનેજમેન્ટ લિમિટેડ દ્વારા ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યના કોર્પોરેશનો અને નગરપાલિકાઓને તેની સેવાઓ આપવામાં આવે છે.
આ કંપનીનો IPO 12 જૂને સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો મુકવામાં આવશે અને 14 જૂને બંધ થશે.,
કંપનીએ શેરની કિંમત 100 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. જેને પરિણામે કંપની કુલ રૂ. 11.42 કરોડ ભેગા જેવના લક્ષ્ય સાથે કામ કરી રહી છે.
અર્બન યુનાઈટેડ
‘અર્બન યુનાઈટેડ’ નામની કંપની તૈયાર વસ્ત્રોનું ઉત્પાદન અને વેચાણ કરે છે. કંપની બિજોટિક કોમર્શિયલનો આઈપીઓ સોમવારે, 12 જૂને બિડિંગ માટે ખુલશે અને 15 જૂને બંધ થશે. જેમાં શેરની કિંમત 175 રૂપિયા પ્રતિ શેર રખાઈ છે અને કંપની આઈપીઓમાંથી કુલ રૂ. 42.21 કરોડ એકત્ર કરવાનું આયોજન ધરાવે છે.
સેલિંગ પોઈન્ટ સેઇલ પોઇન્ટ (ઇન્ડિયા) લિમિટેડ
તે જ રીતે મલ્ટિબ્રાન્ડ રિટેલ સેલિંગ પોઈન્ટ સેઇલ પોઇન્ટ (ઇન્ડિયા) લિમિટેડનો પણ આઇપીઓ આગામી સમયમાં આવી રહયો છે.15 જૂને તેનો IPO લોન્ચ કરાયા બાદ આ IPO 20 જૂને બંધ થશે. કંપનીએ ઈશ્યુ માટે 100 રૂપિયા પ્રતિ શેરના ભાવે પ્રાઇસ બેન્ડ રાખી સેલ પોઈન્ટ (ઈન્ડિયા) લિમિટેડ પ્રાઇમરી માર્કેટમાંથી રૂ. 50.34 કરોડ એકત્ર કરવાનો લક્ષ્ય ધરાવે છે. તથા કોસ્મિક CRF, જે મેન્યુફેક્ચરિંગ કંપનીઓને કોલ-રોલ્ડ સ્ટેનલેસ સેક્શન સપ્લાય કરે છે, તે 14 જૂને તેનો IPO ખુલશે. બાદમાં 16મી જૂને બંધ થશે.
કંપનીનો હેતુ શું છે
કંપનીનો હેતુ IPO દ્વારા રૂ. 60.13 કરોડ એકત્ર કરવા શેરની કિંમત 314 થી 330 રૂપિયાની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે.
(ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે Yashdodiya official કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)