શેર નહીં પારસમણી છે આ તો: 11 રુપિયાના શેર પર 155 રુપિયાનું ડિવિડન્ડ, ભલભલા વિચાર કરતાં થઈ ગયા…
Taparia Tools Dividend:
હેન્ડ ટૂલ બનાવનાર આ તપારિયા ટૂલ્સ કંપનીએ પોતાના 11 રૂપિયાના શેર પર 155 રૂપિયાનું બંપર ડિવિડન્ડ આપ્યું છે. તપારિયા ટૂલ્સ નામની આ કંપનીએ નાણાંકીય વર્ષ 2023માં દરેક શેર પર 77.50 રૂપિયાનું ડિવિડન્ડ અને 77.50 રૂપિયાનું ફાઇનલ ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી હતી. તેનો અર્થ છે કે આ શેરની ડિવિડન્ડ યીલ્ડ ગત નાણાંકીય વર્ષામાં 1550 ટકા રહી છે.
આ કંપનીનું હેડક્વાર્ટર નાસિકમાં આવેલું છે. જે કારપેન્ટરી અને વુડ વર્કિંગ ટૂલ્સ, પેચકસ, પ્લાયર્સ, હેકસો બ્લેડ્સ અને આ પ્રકારના અનેક ટૂલ્સ બનાવવા અને તેની સપ્લાઇ કરવાનો બિઝનેસ કર છે. આ કંપની જર્મનીની એલોરા કંપનીની સાથે પાર્ટનરશિપમાં ઇલેક્ટ્રોનિક્સ, લેમ્પ અને લાઇટનિંગ સિસ્ટમ, એન્જિનિયરીંગ અને વર્કશોપ ટૂલ્સ, ગાર્ડનિંગ ટૂલ્સ અને ઇક્વિપમેન્ટ બનાવવાના બિઝનેસ સાથે જોડાયેલી છે.
તપારિયા ટૂલ્સના આ બંપર ડિવિડન્ડની જાહેરાત રોકાણકારોને આકર્ષિત કરી રહી છે. આ કંપનીની લગભગ સંપૂર્ણ ભાગીદારી તેના પ્રમોટર ગ્રુપ અથવા તેનાથી જોડાયેલા લોકો પાસે છે. શેરહોલ્ડિંગ પેટર્ન અનુસાર, કંપનીની લગભગ 70 ટકા હિસ્સેદારી પ્રમોટરોની પાસે છે, જ્યારે અન્ય 30 ટકા પબ્લિક શેરહોલ્ડિંગ માટે રજીસ્ટર છે.
તપારિયા ટૂલ્સ અનલિક્વિડ સ્ટોક છે, જેમાં કુલ શેરોની સંખ્યા લગભગ 30.36 લાખ છે. તેમાંથી 70 ટકા શેર પ્રમોટરો (તપારિયા અને બાંગુર પરીવાર)ની પાસે છે. વેંચુરા સિક્યોરિટીઝના રીસર્ચ હેડ વિનીત બોલિનજકરે જણાવ્યું કે, કંપનીની પબ્લિક શેરહોલ્ડિંગમાંથી 17.5 ટકા ભાગીદારી પણ તપારિયા અને બાંગુર પરીવારના સભ્યો પાસે છે, જે ડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટ રૂપે પ્રમોટરો સાથે જોડાયેલા છે.
વિનીત બોલિનજકરે જણાવ્યું કે, તેનો અર્થ છે કે તપારિયા ટૂલ્સના ડિવિડન્ડ અંતર્ગત જે પૈસા વહેંચવાનું એલાન કર્યું છે, તેનો મોટાભાગનો હિસ્સો પ્રમોટરો અને તેના પરીવારના સભ્યો પાસે જશે. નિયમોનુસાર, જ્યારે કંપની પર કોઇ ઉધાર નહીં હોય અને તેનું કેશ બેલેન્સ મજબૂત હોય તો, તેને ભારે ડિવિડન્ડની જાહેરાતની સંપૂર્ણ છૂટછાટ છે.
તેણે વધુમાં જણાવ્યું કે, એક કંપની જે મજબૂત રેવન્યૂ સાથે વધારે નફો બનાવી રહી છે અને તેની બેલેન્સ શીટ પર જરૂરી કેશ બેલન્સ અને કેશ ઇક્વિવેલેન્ટ્સ છે, તો તે પોતાના શેરહોલ્ડર્સને બંપર ડિવિડન્ડ આપી શકે છે. તપારિયા ટૂલ્સ દેવા મુક્ત કંપની છે અને તેની પાસે 90 કરોડ રૂપિયાનું કેસ બેલેન્સ અને કેશ ઇક્વિવેલેન્ટ્સ છે.
તપારિયા ટૂલ્સે છેલ્લા 5 વર્ષમાં રેવેન્યૂ અને માર્જીનમાં સારો ગ્રોથ કર્યો છે. નાણાંકીય વર્ષ 2018થી 2023 દરમિયાન તેમનું રેવન્યૂ 13.5 ટકાની વાર્ષિક દરે વધીને 764 કરોડ રૂપિયા થઇ ગયું છે. કંપનીનું EBITDA (ઓપરેટિંગ પ્રોફિટ) લગભગ 35 ટકાથી વધીને વાર્ષિક 94 કરોડ રૂપિયા થઇ ગયો છે, જ્યારે તેનો શુદ્ધ નફો 39 ટકાના દરે વધીને 72 કરોડ રૂપિયા થઇ ગયો છે.
- ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. યશડોડિયા ઓફિશિયલ કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો…