સોનામાં સુગંધ ભળશે ને લોકો માં ઉમંગ વળશે, સસ્તામાં સોનું અને ઉપરથી ડિસ્કાઉન્ટ પણ, જુઓ આ તારીખે આવી રહી છે જોરદાર ઓફર, જાણો ડિટેલ્સ
કેન્દ્ર સરકારે ચાલુ વર્ષના પહેલા છમાસિક ગાળામાં સોવરિન ગોલ્ડની બે ખેપ બહાર પાડવાનો નિર્ણય કર્યો છે.

- સરકાર પાસેથી ખરીદી શકાશે સસ્તું સોનું
- સરકાર લાવી રહી છે બે સોવરિન ગોલ્ડ બોન્ડ
- પહેલો બોન્ડ આવશે 19મી જુને, બીજો 11 સપ્ટેમ્બરે
ભાવ એટલો છે કે સોનામાં હાથ નખાય તેવો રહ્યો નથી આવા કિસ્સામાં સોનું ખરીદવા માગતા લોકો માટે સારા રાહતના સમાચાર છે. હકીકતમાં, સરકારે આ નાણાકીય વર્ષના પ્રથમ છમાસિક ગાળામાં સોવરેન ગોલ્ડ બોન્ડની બે શાખાઓ બહાર પાડવાનો નિર્ણય લીધો છે જે હેઠળ લોકો ઓનલાઈન ધોરણે સસ્તું સોનું ખરીદી શકશે.
કેટલા ભાવમાં મળશે
સોવરેન ગોલ્ડ બોન્ડની બે શાખાઓમાંથી પહેલી 19 મી જુન અને બીજી 11 સપ્ટેમ્બરે બહાર પડશે. સરકારે સિરીઝ-1 2023-24 માટે પ્રતિ ગ્રામ 5,926 રૂપિયા ભાવ નક્કી કર્યા છે.
સસ્તું સોનું લેવા માટે શું કરવું
જો તમારે સસ્તું સોનું જોઈતું હોય તો ઓનલાઇન અરજી કરવી પડશે અને ડિજિટલી એટલે કે (ઓનલાઈન)પેમેન્ટ કરો તો તમને દરેક ગ્રામ પર 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ મળશે. તમે તેને તમારી નજીકની બેંક, પોસ્ટ ઓફિસ અથવા સ્ટોક એક્સચેંજ દ્વારા ખરીદી શકો છો.
કેવી રીતે પૈસા ચુકવવા
સોવરેન ગોલ્ડ બોન્ડ ખરીદવા માટે ડ્રાફ્ટ, ચેક અથવા ઇલેક્ટ્રોનિક બેંકિંગમાં વધુ રકમ માટે રૂ. 20,000 સુધીની રોકડમાં ચુકવણી કરી શકાય છે.
સોવરેન ગોલ્ડ બોન્ડ ક્યાંથી ખરીદી શકાય
🔹અનુસૂચિત વાણિજ્યિક બેંકો (સ્મોલ ફાઇનાન્સ બેંકો, પેમેન્ટ બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો સિવાય),
🔹સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (એસએચસીઆઈએલ),
🔹ક્લિયરિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (સીસીઆઇએલ),
🔹નિયુક્ત પોસ્ટ ઓફિસો (સૂચિત કરી શકાય તે મુજબ) અને માન્યતા પ્રાપ્ત સ્ટોક એક્સચેન્જો સીધા અથવા એજન્ટો દ્વારા.
માત્ર આટલા જ રોકાણમાં આવડુ મોટુ વળતર
સોવરેન ગોલ્ડ બોન્ડનું વ્યાજ
રોકાણકારોને નોમિનલ વેલ્યુ પર અર્ધવાર્ષિક રીતે ચૂકવવાપાત્ર વાર્ષિક 2.50 ટકાના ફિક્સ્ડ રેટ પર ચૂકવણી કરવામાં આવશે.
સોવરેન ગોલ્ડ બોન્ડના વ્યાજ પર ટેક્સ
1961ના ઇન્કમ ટેક્સ એક્ટ (43ના 1961)ની જોગવાઇઓ અનુસાર સોવરેન ગોલ્ડ બોન્ડના વ્યાજ પર ટેક્સ લાગશે.