TAT-HS 2026

TAT-HS 2026: શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) – ૨૦૨૬ ના ઓનલાઇન આવેદનપત્રો અને ફી ભરવાની તારીખ લંબાવવા બાબત.

ગુજરાત રાજ્યની સરકારી અને ખાનગી ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષક બનવા ઈચ્છતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર છે. રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા TAT-HS 2026 માટેનું સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 અને મિશન સ્કુલ્સ ઓફ એક્સેલન્સના લક્ષ્યો મુજબ ગુણવત્તાયુક્ત શિક્ષકોની પસંદગી માટે આ દ્વિસ્તરીય પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.

મહત્વની તારીખો (Important Dates)

  • જાહેરનામું પ્રસિદ્ધ થયાની તારીખ: 05/02/2026
  • ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાનો સમયગાળો: 10/02/2026 થી 23/02/2026
  • ઓનલાઈન ફી ભરવાનો સમયગાળો: 10/02/2026 થી 25/02/2026
  • પ્રાથમિક પરીક્ષા (MCQ) ની તારીખ: 29/03/2026
  • મુખ્ય પરીક્ષા (વર્ણનાત્મક) ની તારીખ: મે – 2026 (સંભવિત)

શૈક્ષણિક લાયકાત (Eligibility)

  • ઉમેદવાર સંબંધિત વિષયમાં રાજ્ય સરકાર દ્વારા નક્કી કરેલ શૈક્ષણિક અને તાલીમી લાયકાત (અનુસ્નાતક + B.Ed./સમાન લાયકાત) ધરાવતા હોવા જોઈએ.
  • છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ: જે વિદ્યાર્થીઓ વર્ષ 2025-26 દરમિયાન અનુસ્નાતક ડિગ્રી અથવા તાલીમી લાયકાતના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે, તેઓ પણ આ પરીક્ષામાં બેસી શકશે.
    પરીક્ષા ફી (Exam Fees)
  • SC, ST, SEBC, EWS, PH કેટેગરી માટે: રૂ. 400/-
  • સામાન્ય (General) કેટેગરી માટે: રૂ. 500/-
  • ફી માત્ર ઓનલાઈન માધ્યમથી જ સ્વીકારવામાં આવશે.

પરીક્ષાનું માળખું (Exam Pattern)

આ પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવશે:

  • પ્રાથમિક પરીક્ષા (Preliminary Exam):
  • કુલ 200 ગુણની બહુવિકલ્પ (MCQ) પ્રકારની પરીક્ષા.
  • વિભાગ-1: સામાન્ય અભ્યાસ (100 ગુણ) જે તમામ માટે સમાન રહેશે.
  • વિભાગ-2: વિષયવસ્તુ આધારિત (100 ગુણ).
  • નેગેટિવ માર્કિંગ: દરેક ખોટા જવાબ દીઠ 0.25 ગુણ કપાશે.

મુખ્ય પરીક્ષા (Mains Exam):

  • પ્રાથમિક પરીક્ષામાં ક્વોલિફાય થયેલા ઉમેદવારો જ આ પરીક્ષા આપી શકશે.
  • આ પરીક્ષા વર્ણનાત્મક (Descriptive) રહેશે.
  • કુલ બે પેપર રહેશે (દરેક 100 ગુણના): પેપર-1: ભાષા સજ્જતા અને
  • પેપર-2: વિષયવસ્તુ તથા વિષય પદ્ધતિ સજ્જતા.

અરજી કેવી રીતે કરવી? (How to Apply)

  • ઉમેદવારોએ વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • અરજી ફોર્મમાં ફોટો અને સહી અપલોડ કરવાના રહેશે.
  • ફોર્મ કન્ફર્મ થયા પછી જ તેની પ્રિન્ટ લેવી અને કન્ફર્મેશન નંબર સાચવી રાખવો.

મહત્વની લિંક

મહત્વની લિંક

શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) – ૨૦૨૬ ના ઓનલાઇન આવેદનપત્રો અને ફી ભરવાની તારીખ લંબાવવા બાબત.

“શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) – ૨૦૨૬” નો અભ્યાસક્રમ નીચે મુજબ રહેશે.

TAT – HS સામાજિક વિજ્ઞાન

TAT – HS સમાજશાસ્ત્ર

TAT – HS સંસ્કુત

TAT – HS રાજ્ય શાસ્ત્ર

TAT – HS યોગ સ્વાસ્થ અને શારીરિક શિક્ષણ

TAT – HS મનોવિજ્ઞાન

TAT – HS ભૂગોળ

TAT – HS બાયોલોજી

TAT – HS ફિજિક્સ

TAT – HS કોમર્સ

TAT – HS તત્વજ્ઞાન

TAT – HS ગણિત

TAT – HS કેમેસ્ટ્રી

TAT – HS કૃષિવિદ્યા

TAT – HS કમ્પ્યુટર

TAT – HS ઈતિહાસ

TAT – HS આંકડાશાસ્ત્ર

TAT – HS અર્થશાસ્ત્ર

TAT – HS હિન્દી પ્રથમ ભાષા (હિંદી માધ્યમમાં હિન્દી વિષય માટેનો અભ્યાસક્રમ)

TAT – HS હિન્દી દ્વિતીય ભાષા (ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં હિંદી વિષય માટેનો અભ્યાસક્રમ

TAT – HS ગુજરાતી પ્રથમ ભાષા(ગુજરાતી માધ્યમમાં ગુજરાતી વિષય માટેનો અભ્યાસક્રમ)

TAT – HS ગુજરાતી દ્વિતીય ભાષા(અંગ્રેજી માધ્યમમાં ગુજરાતી વિષય માટેનો અભ્યાસક્રમ)

TAT – HS અંગ્રેજી પ્રથમ ભાષા (અંગ્રેજી માધ્યમમાં અંગ્રેજી વિષય માટેનો અભ્યાસક્રમ)

TAT – HS અંગ્રેજી દ્વિતીય ભાષા(ગુજરાતી અને હિંદી માધ્યમમાં અંગ્રેજી વિષય માટેનો અભ્યાસક્રમ)

વધારે માહિતી માટે સંપર્ક:

📚 સ્માર્ટ વર્ક કરો, હાર્ડ વર્ક નહીં!
શિક્ષક મિત્રો,
શું તમે AEI, HTAT, TAT કે TET ની તૈયારી કરી રહ્યા છો? માર્કેટમાં મળતા પુસ્તકોમાં સમજૂતી નથી હોતી, પણ અમારી E-BOOK અલગ છે! 👇🏻📚
✅ EDU HELP SEVA પ્રસ્તુત કરે છે: 2000 MCQ નો મહાસાગર

🔹 વિશેષતાઓ:
687 પેજનું વિસ્તૃત મટીરીયલ (Series 1 to 4).
દરેક પ્રશ્નની તાર્કિક સમજૂતી (Logical Explanation).
પરીક્ષામાં પૂછાવાની મહત્તમ શક્યતા ધરાવતા પ્રશ્નો.
👉 Link: https://shorturl.at/6n7X1

  • રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ www.sebexam.org પર સતત નજર રાખવી. કોઈ પણ પ્રશ્ન માટે હેલ્પલાઈન નંબર 1800 233 7963 પર સંપર્ક કરી શકાય છે.